શિક્ષણ પદ્ધતિ

 

આ શાળામાં અલગ જ પ્રકારની શિક્ષણ પદ્ધતિઓ છે

સ્વઅધ્યયનલક્ષી શિક્ષણપ્રથા છે

અમે અહીં સ્વઅધ્યયનલક્ષી શિક્ષણથી બાળકને જાતે ભણતું કરીએ છીએ.

વર્ગખંડ પ્રવૃત્તિ

વર્ગખંડોમાં પ્રત્યક્ષશિક્ષણ આપવાને બદલે ભણાવવાના એકમ પર સ્વઆધારિત વર્ગકાર્ય (વર્કશીટ) દ્વારા બાળક જાતે ભણતો, વાંચતો, વિચારતો, લખતો થાય છે.

વિવિધ શૈક્ષણિક રમતો

પ્લેઈંગ કાર્ડ (પાનાંની રમત)

આ રમત દ્વારા ભાષા, ગણિત, વિજ્ઞાન, સમાજવિધા, વગેરે બાળકને ગમે એ રીતે રમતાં રમતાં ભણાવાય છે. એથી દૃઢીકરણ થાય છે અને બાળકને વિષયરસ લેતો કરાવાય છે. સરળતાથી સમજણ પણ મળી રહે છે.

શારીરિક અને માનસિક રમતો

પ્રાથમિક શિક્ષણમાં વિસરાય ગયેલી રમતો જેવીકે ગીલ્લી-દંડા, લખોટી, સાદી દોડ, વાંકી ચૂંકી દોડ, ઘનની રમત, સાપ-સીડી, કોડીની રમતો વિગેરે રમતોથી જુદાજુદા વિષયોને શીખવતા બાળકની ક્ષમતા પૂર્ણ કરવામાં આવે છે.

સ્લેટ અથવા પાટિયાની શૈક્ષણિક રમતો

ગણિતમાં જૂથ અવયવ, અવયવી, ઘડિયા વગેરે સ્લેટની રમતો દ્વારા સમજાવાય છે. ભાષામાં વ્યાકરણ અને સામાન્ય જ્ઞાન રમતોથી શીખવાય છે.

ઇન્દ્રીય શિક્ષણ

સ્વાદ-ગંધથી પરખ કરાવતું, શ્રવણશક્તિનો વિકાસ કરતું, સ્પર્શ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન આપતું ઇન્દ્રીય શિક્ષણ આપવામાં આવે છે.

નાટક , સંવાદ, વાર્તા દ્વારા શિક્ષણ

 • શિક્ષક પાઠ વાંચીને ભણાવતો નથી પરંતુ ક્યારેક વાર્તારૂપે તો ક્યારેક સંવાદરૂપે, નાટકરૂપે પાઠ ભણાવે છે. તેથી બાળકને સહજ યાદ રહે છે.
 • આ રીતે ભણાવાવાથી આંતરિક શક્તિઓ વિકસે છે અને વ્યક્તિત્વ ઘડતરમાં ઉપયોગી બને છે.
 • બાળક મૌલિક રીતે વિચારતો થાય છે.

વિજ્ઞાન લો-કોસ્ટ લેબ દ્વારા શિક્ષણ

આપણી આસપાસ મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને અને રોજીંદા જીવનમાં વિજ્ઞાનમાં બાળકો લો-કોસ્ટ લેબ દ્વારા પોતાના પ્રયોગ કરે છે અને સમાજ સ્પષ્ટ કરે છે. આથી બાળકની અવલોકનશક્તિનો વિકાસ થાય છે.

પ્રોજેક્ટ વર્ક

શિક્ષકના માર્ગદર્શન સાથે પ્રોજેક્ટ વર્ક કરવામાં આવે છે. તેનાથી પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે છે. તેમજ સ્વઅનુભવથી તારણ સિદ્ધ કરે છે.

સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ

માટીકામ, ચિત્રકામ, રંગોળીકામ, કાગળકામ (કાતરકામ), વગેરે દ્વારા બાળકની કલ્પનાશક્તિનો વિકાસ કરવામાં આવે છે. નવી નવી વસ્તુઓ બનાવતા શીખે, ઓળખતા શીખે, અને સ્વચ્છતા જાળવતા શીખે છે.

જૂથ ચર્ચા

જુદા-જુદા વિષયો પર જૂથ બનાવી ચર્ચા દ્વારા વિષયની સમજ સ્પષ્ટ કરીને બાળકનો ભય દૂર કરીને બાળકનો ભય દૂર કરી પોતાના વિચારો સ્પષ્ટ કરતા શીખવાય છે.

પ્રદૂષણ મુક્ત પર્યાવરણ વચ્ચે શિક્ષણ

 • અહીં બંધ શાળા નથી, શાળાને દીવાલો નથી, અહીં શ્રી રવીન્દ્રનાથ ટાગોરની કલ્પનાની મુક્ત વર્ગખંડ વિહીન શાળા છે. જેમાં બાળક મુક્તપણે ભણી પણ શકે એવું મુક્ત શિક્ષણ અપાય છે.
 • શાળા ઇકોફ્રેન્ડલી બેઝ પર બનાવવામાં આવી છે.
 • અહીં બેલ નથી. એક વિષય પૂરો થાય અને બીજા વિષય પર સહજતાથી બાળક આપમેળે ગોઠવાઈ જાય છે.

વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ

 • પ્રવાસ શિક્ષણ – નૈસર્ગિક શિક્ષણ
 • સંગીત-નૃત્ય શિક્ષણ
 • યોગ-ધ્યાન, રમત-ગમત પ્રવૃત્તિ
 • હેતુ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો

સંગીત – નૃત્ય શિક્ષણ

 • શાળામાં સંગીત-નૃત્ય શિક્ષણ આપવામાં આવે છે અને તેનો ઉપયોગ શિક્ષણકાર્ય કરવા-કરાવવામાં થાય છે.
 • બાળકોમાં કલા-પ્રવૃત્તિની રુચી કેળવાય છે.
 • બાળપણથી બાળકો કલાઅભિમુખ થાય છે.

યોગ-ધ્યાન-સ્પોર્ટસ

  શારીરિક અને માનસિક વિકાસ માટે યોગાસનની પ્રવૃત્તિ ચાલે છે.

 • એકાગ્રતા તથા સહનશીલતા વધારવા માટે જુદી જુદી યોગીક ક્રિયાઓ ત્રાટક, ભસ્ત્રિકા, પ્રાણાયામ, જલનેતી, સુતનેતિ અને ઓમકાર જેવી ક્રિયાઓ બાળકોના માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને તે શીખવાય છે.
 • ફ્રાંસ અને બ્રિટનમાં સંશોધનો થાય છે કે નિયમિત રમત-ગમતની પ્રવૃત્તિથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ વધારે થાય છે . બાળકોને જુદી-જુદી પ્રકારની નાની રમતો, દોડ, હરીફાઈ, ફેંક પ્રવૃત્તિ, લખોટીની રમત, કેરમ, ચેસ, ક્રિકેટ, કીકીંગ અને ડ્રીબ્લીંગ, સ્કેટિંગ અને વિવિધ પ્રકારની અંગ-મરોડની કસરતો કરાવવામાં આવે છે.

હેતુ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો

 • દરેક ઉત્સવની ઉજવણી થાય છે. બાળકને જુદી-જુદી ઋતુઓનું જ્ઞાન અને મહત્વ સમજાવાય છે.
 • જુદા-જુદા ઋતુઓના કાવ્યો ગવાય છે.
 • દેશભક્તિની ભાવના કેળવતા રાષ્ટ્રીય તહેવારો ઉજવાય છે.

પ્રવાસ – શિક્ષણ / કુદરતી સાન્નિધ્યનું શિક્ષણ

 • પ્રવાસ દ્વારા અનુભવનું પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવે છે.
 • બાળકો પશુ-પંખીઓ, વૃક્ષો, પુષ્પો, તારાઓ વિષે કુદરતના પ્રત્યક્ષ સાન્નિધ્યે શીખે એ પ્રકારના પ્રવાસ ગોઠવવામાં આવે છે.
 • પાઠ્યપુસ્તક પર આધારિત જાણીતા સ્થળોનું જ્ઞાન મળે તે પ્રકારના પ્રવાસો ગોઠવાય છે.
 • ભૌગોલિક જ્ઞાન આપતા પ્રવાસો ગોઠવાય છે.
 • ટ્રૅકિંગ દ્વારા સાહસિક ભાવના ખીલે તેવું શિક્ષણ અપાય છે.