શાળા ગીત

શાળા ગીત

ન અલમ અદા, ઇતિ નાલંદા ......[૨]
નાલંદા ગુરુકુળ અમારું અમને વહાલું અમને પ્યારું
સરસ્વતીનું ધામ અમારું, શિક્ષણ અહીંનું સૌથી ન્યારું

ન અલમ અદા, ઇતિ નાલંદા ......
ભાર વિનાનું ભણતર સાથે કરતું જીવન ઘડતર
બુનિયાદી આદર્શો રચતું સંસ્કારોનું ચણતર
ન અલમ અદા, ઇતિ નાલંદા ......
સાચું શિક્ષણ, સારું શિક્ષણ, મુક્ત વિચારોનું સમશિક્ષણ
મુક્ત ગગનનાં પંખી જેવું, મુક્ત અમારું અભિનવ શિક્ષણ

ન અલમ અદા, ઇતિ નાલંદા ......
ધર્મ, કર્મ અને શ્રમની સાથે કરતું સંસ્કૃતિ સિંચન
બીજ થકી સર્વધર્મ પામી કરતું વટવૃક્ષોનું સર્જન

ન અલમ અદા, ઇતિ નાલંદા ......