અભિપ્રાયો

મહાનુભાવોના આ શાળા વિશેના અભિપ્રાયો

 • દિવ્ય ભાસ્કર, ૧૬ જાન્યુઆરી ૨૦૦૫

  શ્રી નાલંદા ગુરુકુળ વિદ્યાલય ગુજરાતની દાચ પહેલી શાળા છે, જ્યાં સતત મૂલ્યાંકન પદ્ધતિ છે. પરીક્ષાલક્ષી મૂલ્યાંકન પદ્ધતિ ન હોવાથી બાળક પરીક્ષાના તણાવથી મુક્ત રહે છે. નાલંદા ગુરુકુળ વિદ્યાલયમાં “ભાર વિનાના ભણતર” નો આદર્શ પ્રયાસ છે. અહીં બાળકો માટે ભારરૂપ દફતર, ટ્યૂશન, કે હોમવર્ક નથી.

 • ડૉ. પી. એન. દવે (જીલ્લા શિક્ષણાધિકારી, સુરત)

  અધ્યેતા કેન્દ્રી શિક્ષણના પાયાના ખ્યાલોને મૂર્તિમંત કરતી શાળાની મુલાકાત લેવાનું ખુબજ ગમ્યું …. શાળા દ્વારા તૈયાર કરવામાં આવેલ વૈજ્ઞાનિક ઉપકરણો ઉપયોગી સાબિત થશે.

 • Umasree (UNICEF Education Project Officer)

  The School is doing interesting work in making learning joyful and child
  centered. Appropriate use of student experiences and teaching learning materials was evident in the classroom observed.

 • ડૉ. અરવિંદ ભંડારી (ભાષાભવન, ગુજરાત યુનિ., અમદાવાદ)

  શિક્ષણને ભાર વિનાનું અને આનંદદાયી બનાવવામાં ગુજરાત સરકારે પહેલ કરી છે. નવાં પુસ્તકો, શિક્ષકોને તાલીમ, વગેરેના નવતર પ્રયોગો કર્યા. આ શાળા સામે ચાલીને આ નવતર પ્રયોગમાં જોડાઈ છે. ખાનગી શાળાઓમાં બાળકોને સ્પર્ધાત્મક બનાવવાના ગાંડા અને ઘસમસતા પ્રવાહમાં સામે પ્રવાહે તરીને શાળાએ કાઠું કાઢ્યું છે. જે માબાપ પોતાના બાળકો પર ભણતરનો જુલમ ન ઇચ્છતા હોય એમને માટે આ શાળા આશ્રયદાતા છે.

 • દીપકભાઈ મહેતા (પરામર્શક – પ્રાથમિક શિક્ષણ પાઠ્ય પુસ્તક)

  નાલંદા ગુરુકુળ વિદ્યાલય ગુજરાતની આંગળીના વેઢે ગણાય તેટલી શાળાઓ પૈકીની અને સુરત જીલ્લાને એકમાત્ર શાળા છે જે આનંદદાયી પ્રવૃત્તિસભર શિક્ષણ આપવામાં માને છે.

 • ડૉ. વિજય સેવક ( વી. ટી. ચોકસી બી. એડ. કોલેજ, સુરત)

  નાલંદા વિદ્યાલયમાં બાળકના સર્વાંગી વિકાસને પોષક શારીરિક રમતો અને કસરતો છે. પાઠ્યપુસ્તકનાં વિષય વસ્તુને પ્રવૃત્તિ દ્વારા ભણાવાય છે. શિક્ષણ સાથે નાટ્ય, પ્રવાસ, સાંસ્કૃતિક પ્રવૃતિઓનો શૈક્ષણિક વિનિયોગ થાય છે. આ વિદ્યાલય દ્વારા જીલ્લા કે રાજ્યકક્ષાની શૈક્ષણિક કાર્યશાળાઓ પણ યોજાય છે. પ્રાથમિક શિક્ષણમાં અમલી બનનાર પાઠ્યપુસ્તકોની ચકાસણી પણ આ શાળામાં થઈ છે. એક પ્રયોગાત્મક પ્રગતિશીલ શાળા છે.