Home

અમે આપના બાળકને શું શીખવશું?

  • અમે બાળકને ચારિત્ર્યના પાઠ શીખવશું
  • અમે બાળકને ઉમદા મિત્ર થતાં શીખવશું
  • અમે બાળકને હોઠે શૈશવનું મધુર હાસ્ય રમતું કરીશું
  • અમે બાળકને સ્વતંત્ર વિચારતું કરશું
  • અમે બાળકને ઈર્ષાથી દૂર રાખી , ખેલદિલી શીખવશું
  • અમે બાળકને પોતાના વિચારોમાં શ્રધ્ધા રાખતા શીખવશું
  • અમે બાળકને રડવામાં નાનામ નથી તે શીખવશું
  • બાળક પોતાની શક્તિ અને મગજનો સૌથી વધુ ઉપયોગ કરે, પણ હૃદય અને આત્મા પર કોઈક પણ કિંમતનું લેબલ ન લગાડે
  • અમે બાળકમાં અધીર બનવાની હિંમત કેળવશું, અને હિંમતવાન બનવા માટે ધીરજ પણ કેળવશું
  • બધા માણસોને સાંભળતા શીખવશું, સાથે સાથે એમાંથી સત્ય તારવતા શીખવશું
  • અમે સ્વઅધ્યયનલક્ષી શિક્ષણથી બાળકને ભણતું કરીશું
  • પાઠ્ય પુસ્તકથી નહિ – પાઠ આધારિત સર્જનાત્મક વર્ક-શીટ પદ્ધતિથી મૌલિક શક્તિઓને કેળવશું

બાળકોમાં સંસ્કાર,ચારિત્ર્ય અને સ્વનિર્ભરતા કેળવવા માટે …

  • બાળકના મનની એકાગ્રતા કેળવવા ઓમકાર અને પ્રાર્થના શીખવાય છે
  • ધ્યાન અને યોગ દ્વારા બાળકને પોતાના વિચારોમાં શ્રદ્ધા રાખતા શીખવાય છે
  • આ શાળામાં ભણવામાં સ્પર્ધાભાવ ન હોવાને કારણે બાળક ચોરી કરતું નથી. ખોટું બોલતું નથી. બાળકને સ્ટેશનરી, જમવાનું એકસરખું આપવાથી ઈર્ષાભાવ કેળવાતો નથી.
  • એ મુક્તપણે ભણે છે અને ખેલદિલી કેળવે છે.

બાળપણ સાચવતું ભણતર એટલે શું?

  • અહીં બાળકને ભારરૂપ લાગે તેવી ઘરકામ (હોમવર્ક) આપવામાં આવતું નથી
  • અહીં બાળકને વર્ગખંડમાં ગોંધીને ભણાવાતું નથી, પણ શ્રેણીવિહીન
    ઘટક પધ્ધતિથી જે તે વિષયમાં બાળક પાછો પડતો હોય ત્યાં બાળકની ક્ષમતા
    પૂર્ણ કરવામાં આવે છે.
  • અહીં પરીક્ષાનું ટેન્શન નથી. અહીં સતત મૂલ્યાંકન દ્વારા બાળકનું
    પરિણામ મેળવી શકાય છે.
  • અમે બાળકને શારીરિક અને માનસિક ભારમાંથી મુક્ત કરીએ છીએ.

શું આપનું બાળક જમતી વખતે વંકાય છે?

તો આવો જુઓ અહીં ત્રણ વર્ષનું બાળક પોતે ડીશ લઈ અને નાસ્તો અથવા જમવાનું કાર્ય પોતે કરે છે અને એ પણ ખુબ જ ખુશીથી

  • પૌષ્ટિક ખોરાક આપવા પર પૂરતું ધ્યાન અપાય છે.
  • બાળકો સાથે બેસીને ખાય છે તેથી સમૂહ ભોજનની ભાવના ખીલે છે
  • બાળક બધું ખાતાં શીખે છે
  • બાળકમાં ખાન-પાનની વ્યવસ્થિત ટેવો કેળવાય છે
  • સ્વચ્છતાની ભાવના કેળવાય છે